Description
પ્રિલિમિનરી પરીક્ષા અને મુખ્ય પરીક્ષાનું માધ્યમ પ્રશ્નપત્રોમાં આવેલી સૂચના મુજબ ગુજરાતી અથવા અંગ્રેજીનું રહેશે. શૈક્ષણિક લાયકાતો અને ઉંમર સીમા (1) સંબંધિત ભરતીના નિયમો હેઠળ નિયત પરિશિષ્ટ-Aમાં દર્શાવેલી જગ્યાઓ માટે જરૂરી લાયકાતના માપદંડ ધરાવતા ઉમેદવાર પરીક્ષામાં પ્રવેશ માટે પાછતા પાત્ર ગણાશે. (2) પરીક્ષામાં પ્રવેશ માટેના ઉમેદવારની લઘુત્તમ ઉમર 20 વર્ષથી ઓછી ન હોવી જોઈએ અને ગુજરાત સિવિલ સર્વિસ ક્લાસિફિકેશન એન્ડ (રકુટમેન્ટ (જનરલ) રૂલ્સ, 1967ની જોગવાઈઓ અનુસાર ઉપલી વયમર્યાદાથી વધુ ન હોવી જોઇએ.. લાયકાતના ધોરણો અને ગુણ પ્રિલિમિનરી પરીક્ષા અને મુખ્ય પરીક્ષા માટે ક્વોલિફાઇંગ સ્ટાન્ડર્ડ બોર્ડ દ્વારા સમયાંતરે નક્કી કરવામાં આવશે, જો જરૂરી હોય તો, અનામત અને બિન-અનામત વર્ગના ઉમેદવારો માટે અલગથી ક્વોલિફાઈંગ સ્ટાન્ડર્ડ નક્કી કરી શકાશે. જોકે બોર્ડ દ્વારા નક્કી કરવામાં આવેલ મિનિમમ ક્વોલિફાઈંગ સ્ટાન્ડર્ડ કોઈ પણ સંજોગોમાં દરેક તબક્કામાં 40 ટકાથી ઓછા માર્ક્સ નહીં હોય. પસંદગીની યાદી તૈયાર કરવી બોર્ડ દ્વારા સંબંધિત પદો કે સચિવાલય વિભાગ કે જિલ્લા કે કોટી કે પછી કેસ હોય તે માટે આ નિયમોની જોગવાઈઓ અનુસાર પસંદગી યાદી તૈયાર કરવાની રહેશે, જેમાં મુખ્ય પરીક્ષામાં દરેક ઉમેદવારને આપવામાં આવેલા ગુણના આધારે મેરિટના ક્રમમાં તેનું સંયોજન અને માગવામાં આવેલી ખાલી જગ્યાઓની સંખ્યાને ધ્યાનમાં રાખીને આપ વામાં આવેલ પસંદગીના ફ્ક્તને આધારે તૈયાર કરવામાં આવશે.
Reviews
There are no reviews yet.